પોલીસ સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની થઈ બોલાચાલી! જાણો લવિંગ ઠાકોરે એવું તો શું કહ્યું કે પોલીસે કહ્યું કે 'બહુ-બહુ તો તમે એન્કાઉન્ટર કરી નાખશો'!


  • Published By :
  • Published Date : 2023-05-10 17:43:04

પોલીસ સાથે ઘર્ષણના અનેક સમાચારો સામે આવતા હોય છે. ઘણી વખત સામાન્ય માણસને પોલીસ હેરાન પરેશાન કરી દેતી હોય છે. સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગને લઈને થતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્યનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. પાર્કિગની વાતને લઈને બબાલ થઈ હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે કહી રહ્યા છે કે 'સરકારી માણસ છું , ગાડીનું બોર્ડ તો જુઓ'.   

ધારાસભ્ય લવિંગ ઠાકોરનો વીડિયો થયો વાયરલ!

ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ મેળવી હતી. ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે ધારાસભ્યો દ્વારા કરવામાં આવતી દાદાગીરી અથવા તો રોફ જમાવતા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થઈ રહ્યું છે. પાર્કિંગ બાબતે પોલીસ અને લવિંગ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી. વીડિયોમાં ધારાસભ્યે કહ્યું કે સરકારી માણસ છું, ગાડીનું બોર્ડ તો જુઓ. તો પોલીસ વાળા કહી રહ્યા છે કે મારા માટે તો બધા જ સરખા હોય. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે?             



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.