વરસાદ બાદ ગુજરાતના રસ્તાઓની બિસ્માર હાલત, જ્યાં જુઓ ત્યાં ખાડારાજ, સમસ્યાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-30 16:03:18

વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે... પણ તમામ શહેરોમાં પ્રશાસનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે.... તમે રાજ્યના કોઈપણ શહેરમાં જાવ કમર તૂટે એટલા ખાડા તમને જોવા મળશે.... રસ્તા પરથી પસાર થતો દરેક નાગરિક એ ડર સાથે ત્યાંથી નીકળતો હશે કે ન કરે નારાયણને અહીંયા જો ભૂવો પડ્યો તો ક્યાંક આખા ગરકાવ ન થઈ જઈએ... એ ભરોસો નથી કે સલામત રહીશું... કેમ કે એ દ્રશ્યો રોજ જોઈએ છીએ...... હવે તો ભાજપના ધારાસભ્યો પણ સરકારને ચીમકીઓ આપી રહ્યાં છે... 


ખાડાઓથી શહેરીજનો બન્યા ત્રસ્ત!

વાત કરવી છે સુરતની.... આમ તો આખા રાજ્યમાં રસ્તા બાબતે એક સાંધો ત્યાં 13 તુટે એવી સ્થિતિ છે... હાલત સુરતમાં પણ એવી જ છે... છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે હેરાન-પરેશાન ખરાબ રસ્તાઓના કારણે થયા છે... એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આ્યા છે.. જ્યાં અલગ -અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય પણ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે, બમણો સમય રસ્તો પસાર કરવામાં જઈ રહ્યો છે... સુરતના ખાડારાજના ત્રાસના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે... 



સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર સરકારને લખ્યો છે... કુમાર કાનાણીએ એ પત્રમાં લખ્યું છે કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ન કરી શકે તેવી અસહ્ય રીતે ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે... અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થયું છે...જે સહન કરી શકાય તેમ નથી... ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે... તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે... પરંતુ 60 સેકન્ડે સિગ્નલ ખુલે તો ખઆડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી... થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્ન બંધ થઈ જાય છે.. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે... અને સિગ્નલોનો હેતુ પણ રહેતો નથી...



બે દિવસમાં ખાડા પૂરવા કરી માગ!

લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.. છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી પ્રશાસન મુર્છા અવસ્થામાં છે.. ઉઘીં રહ્યું છે... જે ખુબ જ દુઃખદ બાબત છે... તો યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે. ધારાસભ્ય કુમાર કાણાનીએ આ પત્ર વિશે લખ્યું કે, મ્યુ.કમિશનરનું અધિકારીઓ સાંભળતા નથી. મ્યુ.કમિશનરની બેદરકારી, સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે. નહિ ખાડા પુરાય તો હું આગળનો કાર્યક્રમ આપીશ. ખાડા તો પુરવા જ પડશે. મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નથી.


કુમાર કાનાણી અનેક વખત લખી ચૂક્યા છે પત્ર!

કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે. તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સામે બેફામ બોલતા હોય છે. આ પહેલા તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાના ભાજપના ભરતી મેળા પર સવાલો કર્યા હતા. તો આરોગ્ય વિભાગને ભેળસેળ રોકવા માટે રજૂઆત કરી હતી. પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે અવાજ ઉઠાવે એ સારી વાત છે... આવકારદાયક પણ છે પણ મહત્વનો સવાલ એ છે કે બહેરી સરકારના કાનમાં કે ઉંઘતા પ્રશાસનની આંખો કેમ જાગૃત અવસ્થામાં નથી આવતી... રાજ્યના પ્રશાસનમાં અધિકારીઓ એટલી હદે આળસમાં પરવાર્યા છે કે,ઉભા થઈને કામ કરવાનું ભુલાય જ ગયું છે... કુમાર કાનાણીએ માંગ તો કરી છે કે રસ્તા રિપેર કરો.. પણ જોવાનું એ રહેશે મહાનગરપાલિકાના કાન અને આંખ હવે ક્યારે ખુલે છે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?