પોલીસની કામગીરી અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. તોડ કરવાની બાબતને લઈ અનેક વખત પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવે છે. અનેક લોકોને આની ફરિયાદ હોય છે. ત્યારે સુરતની ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે ટ્રાફિક પોલીસને ચર્ચામાં લાવનાર મેહુલ બોઘરા નહીં પણ એક ધારાસભ્ય છે જેમણે આક્ષેપો કર્યા છે કે ટ્રાફિક વિભાગની ક્રેન તોડબાજી કરે છે.
કુમાર કાનાણી અલગ અલગ વિષયોને લઈ લખતા હોય છે પત્ર!
વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ-અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરજસ્ત વાતો પણ થતી હોય છે. આ વખતે ફરી એક વખત કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે.આ ધારાસભ્ય એ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર-1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
જો આપણે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીએ છીએ તો.....
સોશિયલ મીડિયામાં એક જોક ફરતો થયો હતો કે સૌથી ફાસ્ટ કામ હોય ને તો આ ક્રેન વાળાઓનું વાહન મુકીયે ને તરત ઉઠાવી લે..આપણે જયારે આપણું વાહન નો પાર્કિંગમાં મુકતા હોઈએ છીએ ત્યારે આ ક્રેન આવે છે અને ક્રેન માં રહેલા માણસો તરત જ વાહન ઉપાડીને ક્રેનમાં મૂકી દે છે. પછી શું...પોલીસને ઘણા લોકો સાથે ઘર્ષણ પણ થતા હોય છે અને ઘણી વાર વહીવટ પણ થતા હોય છે...