લાફાકાંડ બાદ MLA કેશાજી ચૌહાણની પહેલી વખત આવી પ્રતિક્રિયા, પોતાના બચાવમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-14 18:18:00

બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા આયોજીત ન્યાય યાત્રા આજે મહેસાણા પહોંચી છે. આ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત ભાઈ પટેલ તથા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે લાફાકાંડ મુદ્દે ખુલાસો કરતા તેમણે આ ઘટના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ઠરાવ્યા હતા. કેશાજી ચૌહાણ અને સંસદ સભ્ય પરબત ભાઈ પટેલે કોંગ્રેસ અને આપ પર વર્ગ વિગ્રહનો આરોપ લગાવ્યો હતો. 


શું કહ્યું કેશાજી ચૌહાણે?


લાંફા કાંડની ઘટના મુદ્દે પહેલી વખત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મો ખોલ્યું હતું. તેમણે પોતાનો બચાવ કરતા આ લાફા કાંડને બે લોકોની અંગત બબાલ ગણાવી હતી. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. ધારાસભ્ય કેશાજીએ વર્ગ વિગ્રહની રાજનિતી બે બિલાડી અને વાંદરાની વાર્તા કહીંને સમજાવી હતી. કેશાજીએ દિયોદર તાલુકામાંથી જ્ઞાતિવાદ ઉખાડીને ફેંકી દીધો હોવાનો પણ દાવો કર્યો હતો.


સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો


થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંસદ સભ્ય કેશાજી ચૌહાણનું સમર્થન કરતા કહ્યું કે આ બે લોકોનો અંગત મામલો હતો. આ ઝગડામાં કેશાજીને સંડોવવાની કાવતરૂ રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બે જાતિ વચ્ચે નહીં પણ અણસમજનો ઝગડો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઝગડાનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે બે જણાના ઝગડાના કારણે ધારાસભ્ય શા માટે રાજીનામું આપે? તેમણે લોકોને કોંગ્રેસ અને આપની રાજનિતીથી નહીં ભરમાવાની પણ સલાહ આપી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...