જગતનો તાત કહેવાતો ખેડૂત કુદરતનો માર તો હંમેશા ખાતો જ હોય છે પરંતુ હમણા હમણા નવો ટ્રેન્ડ શરૂ થયો લાગે છે. જો કે હવે તો દેશના ખેડૂતને નેતાઓનો માર પણ ખાવો પડે છે. બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકે કેશાજી ચૌહાણના ઉપસ્થિતિમાં જોરદાર લાફા ઝીંકી દીધા હતા. ઝાપટ પડતાની સાથે જ ખેડૂત બોલી ઉઠ્યો હતો કે ખેડૂતો માટે માગણી કરી એટલે નેતાના ચમચાએ આવું કર્યું, હું ભાજપનો ગુલામ નથી. ખેડૂતોની વાત મૂકતા અને મુદ્દા ઉઠાવતા અમરાભાઈ ચૌધરી સાથે થયેલા આવા ગેરવર્તન અંગે જાણીને સૌએ આઘાતની લાગણી અનુભવી છે. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ઉપરા છાપરી લાફા ઝીંકતા હોય તેવો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે.
Banaskanthaનાં Diyodarમાં BJP MLA Keshaji Chauhanના સમર્થકે ખેડૂત આગેવાનને મારી થપ્પડો! #banaskantha #diyodar #mla #mlakeshajichauhan #keshajichauhan #farmers #jamawat #jamawatupdate pic.twitter.com/BcOi9Ovf4l
— Jamawat (@Jamawat3) August 7, 2023
ખેડૂત આગેવાનની કરાઈ બેઈજ્જતી
Banaskanthaનાં Diyodarમાં BJP MLA Keshaji Chauhanના સમર્થકે ખેડૂત આગેવાનને મારી થપ્પડો! #banaskantha #diyodar #mla #mlakeshajichauhan #keshajichauhan #farmers #jamawat #jamawatupdate pic.twitter.com/BcOi9Ovf4l
— Jamawat (@Jamawat3) August 7, 2023બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, તેમના સમર્થકો, ખેડૂતો અને ખેતીવાડીના અનેક અધિકારીઓ હાજર હતા. ધારાસભ્ય હાજર હોવાના કારણે ખેડૂતોની વ્યથા ઠાલવવા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી ખેડૂતોના પ્રશ્નો લઈ પહોંચ્યા હતા. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની વાત તો કોઈએ સાંભળી જ નહીં પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણના એક સમર્થકે તેમને સટાસટ જોરદાર તમાચા મારતા કાર્યક્રમમાં હાજર લોકો સન્ન રહી ગયા હતા. બનાવ બાદ અમરાભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે હું ભાજપનો ગુલામ નથી.
ખેડૂતોમાં રોષ
ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને લાફો ઝીંકવાની ઘટના બાદ દિયોદર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર મામલે કાર્યક્રમમાં હાજર લોકોનું કહેવું છે કે ઘટના બની તે વખતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ટગર ટગર જોતા રહ્યાં પરંતુ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા હતા. જેને લઈ ધારાસભ્ય પ્રત્ય કેટલાક લોકોમાં રોષ ભભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આવે છે અને રજૂઆત કરવા આવેલા ખેડૂતને કહે છે કે, જ્યારે સાહેબ ગામમાં મિટિંગ કરે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઉભો થઈ બોલે છે. આ ઘટના બાદ હુમલો કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે, હવે જોવાનું એ છે કે પોલીસ આ દિશામાં કેટલી ઈમાનદારીથી કામ કરે છે.