ખરાબ રસ્તાને લઈ MLA એક્શનમાં, Vadodaraનાં વાઘોડિયાનાં MLAએ અધિકારીને ઘચકાવ્યા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-21 12:59:13

ખરાબ રોડ રસ્તાના દ્રશ્યો જોવા જાણે સામાન્ય બની ગયું છે. શહેર હોય કે ગામડું દરેક જગ્યા પર રસ્તાની પરિસ્થિતિ આવી જ છે. અનેક જગ્યાઓ પર રોડને સુધારવાનું કામ, રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે તે વાત સારી છે પરંતુ સમારકામ થઈ ગયા પછી રસ્તો કેટલો ટકશે તેની જાણ નથી હોતી. કરોડોના ખર્ચે રસ્તો બનાવવામાં આવે છે, તેની પાછળ સમારકામ કરવામાં આવે છે પરંતુ થોડા મહિનાઓ પછી પરિસ્થિતિ પહેલા જેવી જ. રસ્તા પર ડામર દેખાઈ આવે છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્યએ અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અકસ્માત પાછળના અનેક કારણો હોય છે પરંતુ તેમાંથી એક કારણ હોય છે ખરાબ રસ્તાનું. ખરાબ રસ્તાને કારણે અનેક વખત ગાડી સ્લીપ થઈ જતી હોય છે અને અકસ્માત સર્જાય છે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ધારાસભ્ય સાઈટની ઓચિંતી મુલાકાત લેતા હોય છે. વ્યવસ્થિત કામ કરવા માટે સૂચના આપતા હોય છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે અધિકારીઓને ખખડાવી રહ્યા છે. 

   


જો બે દિવસમાં કામ શરૂ નહીં થાય તો... 

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગઈકાલે કોન્ટ્રાકટર અને અધિકારીનો ઉધડો લીધો હતો.રોડના કામમાં વિલંબને લઈ  ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 2 દિવસમાં કામ ચાલુ કરવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે. સાથે એવું પણ કહે છે કે કામ ચાલુ નહીં થાય તો રોડ પર દોડાવીશ.સાથે જ  MLAએ કહ્યું કે, આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ન લેવાય. 

કામમાં વિલંબ થતા ધારાસભ્ય રોષે ભરાયા! 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાય છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોડ કામમાં થયેલા વિલંબને લઈ રોષે ભરાયા હતા. કામમાં વિલંબ થતા તેમણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો. જ્યાં તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે, તમે અત્યારેને અત્યારે લખીને આપી દો. એક કલાકમાં લખીને આપશે, આવા ઉંધા જવાબો સાંભળીને ધારાસભ્ય ગુસ્સે થયા અને પછી કોન્ટ્રાકટરને કહી દીધું કે આવું કામ કરીશ તો બ્લેક લિસ્ટમાં નાખી દઈશ. 



અનેક બ્લેક લિસ્ટેડ કંપનીને આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ

મહત્વનું છે કે અનેક એવી કંપનીઓને હજી પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે બ્લેક લિસ્ટમાં હોય. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ જ્યારે તપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપની તો બ્લેક લિસ્ટેટ છે!




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?