ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 20:56:25

જૂનાગઢના વીસાવદરના કોંગ્રેસ તરફના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે સમગ્ર મામલે પહેલા અફવા ગણી હતી પરંતુ હવે હર્ષદ રીબડિયાએ સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જોકે હાલ હર્ષ રીબડિયાએ કયા પક્ષમાં જોડાશે તે મામલે કોઈ પુષ્ટિ નથી કરી. 


ઈસુદાન ગઢવીએ કરી હતી ટ્વીટ 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ આજે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે." ઈસુદાન ગઢવીની ટ્વીટથી દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. 

હર્ષદ રીબડિયાએ હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી

જો કે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તે હજુ સામે નથી આવ્યું. ભાજપે હાલ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આમ આદમી પાર્ટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આગામી ચૂંટણી પહેલા હજુ ઘણા બધા બદલાવો જોવા મળશે. તે બદલાવોમાંનોએક ઝટકો કોંગ્રેસને પડી ગયો છે. ચૂંટણી પહેલા હજુ કેટલા મોટા ફેરફારો જોવા મળશે તે જોવાનું રહેશે.  


ભાજપે શું પ્રતિક્રિયા આપી?

ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, આ કોંગ્રેસનો આંતરીક કલેહ છે. રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ નીચે જોવું પડશે. કોંગ્રેસનો આંતરિક કલેહ અને તેમણે ભારત જોડોની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. ભાજપમાં જોડાશે કે નહીં તે મામલે હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપવી પરંતુ એટલું ખાસ કહીશ કે જે થશે તે આગામી સમય દેખાડશે. જ્યારે જમાવટે પૂછ્યું કે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આપમાં કોંગ્રેસના નેતા જોડાશે તે મામલે ભાજપનું શું કહેવું છે ત્યારે યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, "એ ઈસુદાન ગઢવીને ખબર કોણ જોડાશે કોણ નહીં જોડાય. તેનાથી ભાજપને કોઈ લેવા દેવા નથી." 


કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી?

જમાવટે કોંગ્રેસ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી ત્યારે કોંગ્રેસ જણાવ્યું હતું કે અમને હજુ સુધી કોઈ માહિતી નથી. અમે નીમાબેન આચાર્ય સાથે ચર્ચા કરીને જાણીશું ત્યાર બાદ પ્રતિક્રિયા આપીશું. અમે હર્ષદ રીબડિયા સાથે પણ ચર્ચા કરીશું. ત્યાર બાદ અમે પ્રતિક્રિયા આપીશું.


આમ આદમી પાર્ટીએ શું પ્રતિક્રિયા આપી?

જ્યારે જમાવટે આપના મીડિયા પ્રવક્તા યોગેશ જાદવાણીની પ્રતિક્રિયા લીધી ત્યારે આપ તરફથી તેમણે નિવેદન આપ્યું હતું કે, 'કોંગ્રેસના ઘણા નેતાઓ આપમાં જોડાશે તેવું ચર્ચાઓમાં છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે જ જોડાયેલા છે. પરંતુ કોંગ્રેસના અમુક સારા નેતા ભાજપ સામે લડે છે તેને કોંગ્રેસ ગણકારતી નથી હતા. કોંગ્રેસ  ભાજપને હરાવી શકે તેમ નથી, માટે કોંગ્રેસના લડતા લોકો હવે બીજી દિશા તરફ જોઈ રહ્યા છે. ગુજરાતના લોકોના હિત માટે કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાશે અને તેમને જોડાવું પણ જોઈએ.  જેથી જો કોંગ્રેસ ભાજપ સામે કંઈ નથી કરી શકતી તો આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બની શકે.'  







ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?