વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ રવિવારે એક કાર્યક્રમમમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થયા તે નિમિત્તે વિરમગામ-માંડલ વિધાનસભા મતવિસ્તારમાં વરમોર-વિઠ્ઠલાપુર હાઈવે પર તેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે હાર્દિક પટેલે શૌર્ય સંમેલનમાં લોકોને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ‘હું હિન્દુ છુ’નો નારો આપ્યો હતો.
शौर्य के प्रतीक महाराणा प्रताप की प्रतिमा अनावरण करने के बाद शौर्य सम्मेलन में लोगो को संबोधित किया। मांडल और देत्रोज तहसील के हज़ारों नौजवानों ने इस ऐतिहासिक कार्यक्रम के साक्षी बने। प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी की तरफ़ हर दिन बढ़ता समर्थन और भरोसा आम मानस में साफ़ दिखाई… pic.twitter.com/8p6ETDOsbh
— Hardik Patel (@HardikPatel_) June 18, 2023
હાર્દિક પટેલે કર્યું કાવ્યનું પઠન
शौर्य के प्रतीक महाराणा प्रताप की प्रतिमा अनावरण करने के बाद शौर्य सम्मेलन में लोगो को संबोधित किया। मांडल और देत्रोज तहसील के हज़ारों नौजवानों ने इस ऐतिहासिक कार्यक्रम के साक्षी बने। प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी की तरफ़ हर दिन बढ़ता समर्थन और भरोसा आम मानस में साफ़ दिखाई… pic.twitter.com/8p6ETDOsbh
— Hardik Patel (@HardikPatel_) June 18, 2023આ પ્રસંગે હાર્દિક પટેલે સંમેલનમાં લોકોને સંબોધતા કર્યું હતું, અને મંચ પરથી તેમના મોબાઈલમાંથી એક કવિતા વાંચી સંભળાવી હતી. "હું રૂદ્રાક્ષની માળામાં છું. હું તલવાર, કટાર અને ભાલામાં પણ છુ, હું શ્વેત છું હું શુદ્ધ પણ છુ. વિરુદ્ધ જશો મારી તો હું યુદ્ધ પણ છુ. ઈતિહાસમાં જોયેલા આસું અને વહેલી રક્તધારા પણ છુ. હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ-પ્રાણ હું હિન્દુ છુ. હું સ્મશાનની અગ્નિ, ગંગાનું પાણી, કબ્રની માટી છુ. હું પીર, ફકીર, અલી અને શ્રીરામનો હનુમાન પણ છુ. હું ભોળો છુ, સરળ પણ તમારો મિત્ર પણ છું, હું લડી પણ લઉં અને તારા માટે મરી પણ જઉં એવી શક્તિ છું, હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ છુ, પ્રણામ હું હિન્દુ છુ."