ધારાસભ્ય હાર્દિક પટેલ સુરત કોર્ટમાં થયા હાજર, રાજદ્રોહના કેસમાં આગામી 20 ડિસેમ્બરે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-12-11 19:05:53

ભાજપના યુવા નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજર થયા હતા. હાર્દિક પટેલ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2017માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરી જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં હાર્દિક પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. હાર્દિક પટેલે મિડીયાને જણાવ્યું હતું કે તે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયા છે.


કાનુની પ્રક્રિયાનું સન્માન 


સુરત આવેલા હાર્દિક પટેલે જણાવ્યું કે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે. કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે.


રાજ્યમાં નકલીના રાફડા વિશે શું કહ્યું?


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પીએ કે નકલી ટોલ પ્લાઝા સહિતના જે કેસો રાજ્યમાં સામે આવ્યા છે તે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું માનું છું કે આવું ન થવું જોઈએ. આવા ગુનેગારો વિરુદ્ધ કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે નકલી ટોલ ટેક્સને લઈને જણાવ્યું હતું કે, તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાના કલેકટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે.


કલમ 370ને અંગે કરી આ વાત


જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે પણ હાર્દીક પટેલે તેમના વિચારો રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો સીધો વિરોધ કરવા માટે દરેક મેટરને લઈને સુપ્રીમ કોર્ટ આવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સમજી વિચારીને લેવાય છે. આજે ખુશીનો વિષય છે કે 370 ની જે કલમ હટાવવામાં આવી હતી અને જમ્મુ કશ્મીરમાં એક અમનની સ્થાપના થઈ છે. શાંતિથી લોકો જીવી રહ્યા છે. સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે ઘણા લોકોના મોઢા પર તમાચો વાગ્યો છે. ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા કે 370 ની કલમ હટાવી શકાય નહીં. રામ મંદિર બની શકે નહીં. જોકે આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?