પ્રાંતિજના MLA ગજેન્દ્રસિંહ પરમારની થઈ શકે છે ધરપકડ, હાઈકોર્ટે ફગાવી જામીન અરજી, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-04-20 14:10:24

ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને અને હાલના પ્રાંતિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે, ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.


ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 સામે નોંધાઈ હતી ફરિયાદ


ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ગુનાની ગંભીરતાને જોઇને જામીન ના આપી શકાય. હવે રાજસ્થાન પોલીસ ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કારમાં સગીરા સાથે અડપલાં બાદ જબરદસ્તીનો પ્રયાસ કરવાના ગુનામાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત 4 સામે આબુ રોડ ખાતે સગીરાની છેડતીનો ગુનો પૉક્સો એક્ટ હેઠળ રાજસ્થાનના સિરોહીમાં નોંધાયો હતો. 


સમગ્ર ઘટના શું હતી?


ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોધાવનારી મહિલા અને તેમની પુત્રી કે જે સગીરા છે, તેમને આરોપી ગજેન્દ્રસિંહની ગાડીમાં ફરવા માટે જેસલમેર જઈ રહ્યા હતા. રાતના લગભગ 12 કલાકે હિલક્રિસ્ટ હોટલ પાસે,દાનવાવ, આબુ રોડ સામે ફરિયાદીનો જીવ ગભરાવવા લાગ્યો અને તે ગાડીની બહાર આવી ગઈ અને ઘણા સમય સુધી બહાર જ બેઠી રહી. ફરિયાદીને ઉલટી થવા લાગી અને ત્યારબાદ ફરિયાદી જ્યારે ગાડીમાં પાછી બેસવા ગઈ ત્યારે તેની પુત્રી ગાડીમાંથી બહાર આવીને રડવા લાગી. તેમણે પુત્રીને રડવાનું કારણ પૂછ્યું તો તેણીએ કહ્યું કે મારે આ લોકોની સાથે નથી જવું અને કહ્યું આપણે ઘરે જઈએ. આ વાતને લઈ ફરિયાદીએ ગજેન્દ્રસિંહ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી મહિલા અને તેમની પુત્રી ફરવા ન ગયા અને પોતાના ઘરે અમદાવાદ પરત ફર્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?