MLA ફતેસિંહ ચૌહાણે ખૈલૈયાઓને ગરબામાં તિલકની કરી અપીલ, શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-08 15:02:12

રાજ્યમાં નવરાત્રી મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, મા આધ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રીમાં વિધર્મી યુવકોના પ્રવેશને રોકવા માટે દરેક માટે તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે. વિવિધ શહેરોમાં ગરબા આયાજકો દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકોએ ગરબા સ્થળે 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકો અને હિંદુ સંગઠનો બાદ હવે આ તિલક નિર્ણયને ધારાસભ્યોનું પણ સમર્થન સાંપડ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) બાદ હવે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ મુદ્દે નિવેદન આપ્યું છે.


ફતેસિંહ ચૌહાણે ખેલૈયાઓને કરી આ અપીલ 


કાલોલના ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે. તેઓએ હિન્દુ સનાતન ધર્મની રીત અનુસરવાની અપીલ કરી છે. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલતમાં સનાતન ધર્મ વિશે ટીકા-ટિપ્પણી થઈ રહી છે. વિશ્વમાં નિજ સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહતો. આપણે એ પરંપરા જાળવી રાખવાની છે. દરેક સનાતની હિન્દુઓએ નવરાત્રીમાં અવશ્ય તિલક કરીને આવવું. 


Image

તિલકનું હિંદુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ-ડભોઈના MLA શૈલેષ મહેતા 


આ અગાઉ ડભોઈના ધારાસભ્ય  શૈલેષ મહેતા (સોટ્ટા)એ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આગામી 15મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. દર્ભાવતી એટલે કે ડભોઈમાં નવરાત્રીનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 12-15 હજાર યુવા યુવતીઓ ગરબે ઘુમતા હોય છે. ડભોઈમાં એકમાત્ર મોટા ગરબા APMC ગ્રાઉન્ડ પર હોય છે. ડભોઇની આજુબાજુનાં યુવક-યુવતીઓ આ ગરબામાં રમવા માટે આવતાં હોય છે. ધારાસભ્ય  શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, દર વખતે અમારી જાહેરાત હોય છે અને અમે કહેતા હોઈએ છીએ કે ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. યુવતીઓએ ચણીયાચોરી પહેરીને આવવું અને યુવકોએ ફરજિયાત ઝભ્ભો પહેરીને રમવા આવવું. જે યુવાનો અહીં આવે છે તેમણે ફરજિયાત તિલક કરીને આવવું જોઈએ. વર્ષોથી આ પ્રણાલી દર્ભાવતીમાં રહેલી છે. અનેકવાર વિવાદો થયા છે ત્યારે આ એક પ્રણાલી અપનાવવા જેવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તિલકનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. ભગવાનની ભક્તિ અને પૂજા કરતા હોઈએ ત્યારે તિલક અવશ્ય લગાવવું જોઈએ. લગ્ન હોય કે યજ્ઞ કે પૂજા હોય ત્યારે બ્રાહ્મણો તિલક કરાવતા હોય છે, આ પણ એક યજ્ઞ છે, જેથી આ ભક્તિમાં તિલક કરવું આવશ્યક છે. તેથી યુવાઓ ખાસ તિલક લગાવીને આવે એવી હું વિનંતી કરું છું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?