નકલીની ભરમાર વચ્ચે હવે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ બચવું પડશે. ભેજાબાજ લોકો ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ નથી છોડી રહ્યા. ઉચ્ચ અધિકારીઓના તેમજ ધારાસભ્યોના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી લોકો આના રૂપિયા પડાવતા હોય છે.


ભાજપના ધારાસભ્યનું બન્યું ફેક અકાઉન્ટ
સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ એ આપણા માટે કોઈ નવી વાત નથી પણ ફેક એકાઉન્ટ બનાવવા વાળા જાણે કોઈથી ડરતા જ ના હોય એમ પોલીસ વડા અને ધારાસભ્યોના એકાઉન્ટ પણ બનાવી દે છે અને પૈસાની માંગણી કરે છે. વડોદરા જિલ્લાના ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવી દીધું જેને લઈને છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ જ ડભોઇના ધારાસભ્યએ તાત્કાલિક અસરથી તેમના ટેકેદારોને હકીકતની જાણ કરી હતી. સાથે સાથે સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશનને પણ જાણ કરી છે.
આઈપીએસ અધિકારીનું બન્યું ફેક એકાઉન્ટ
તો બીજી તરફ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓ હવે IPS અધિકારીઓના નામનો પણ ઉપયોગ કરી રહ્યા છે. જામનગરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નામથી ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માગણી કરાતી હોવાની વિગતો સામે આવી છે. આ મામલો સામે આવતા ખુદ IPS અધિકારીએ પોસ્ટ કરીને લોકોને સાવધાન કર્યા છે.

જીલ્લા પોલીસ વડાનું બન્યું નકલી આઈડી
વડોદરા શહેરના જાણીતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક આગેવાનોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં પણ ભાજપના એક મહિલા કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ થયો હતો. જામનગર જીલ્લા પોલીસ વડાના નામની કોઈએ ફેક ફેસબુક આઇ ડી બનાવી છે. આ બાબત તેમના ધ્યાનમાં આવતા કોઈએ રિપ્લાય નહી આપવા જણાવ્યું છે.અને પૈસા પણ માંગવામાં આવ્યા હોવાનું સંભળાય છે.જો કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

નકલી આઈડી બનાવી કરાઈ પૈસાની માગ
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફત છેતરપિંડીના કિસ્સા વધી રહયા છે. જેમાં કોઈના નામનું ફેક આઈ ડી બનાવી તેના મારફત પૈસા માંગવામાં આવતા હોય છે.આવો જ એક બનાવ જામનગરમાં નોંધાયો છે. જેમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહી પણ ખુદ જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંનાં નામનું કોઈ એ બોગસ ફેસબુક આઇ ડી બનાવી નાખ્યું છે.જેમાં પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું કહેવાય છે.
સાવધાન રહો અને સતર્ક રહો
જો આ લોકો ips અધિકારીઓને અને ધારાસભ્યોને ના છોડતા હોય તો આપણી સાથે પણ કોઈ પણ પ્રકારે સાયબર ક્રાઇમ કરી શકે છે. એટલે જ સાવધાન રહો અને સતર્ક રહો. કારણ કે આવા ફેડ આઈડી કોઈના પણ બની શકે છે અને કોઈ પણ આની જાળમાં ફસાઈ શકે છે.