થોડા સમય પહેલા રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું અને લોકો પરેશાન થયા હતા.. તે માત્ર વડોદરા નહીં પરંતુ ભરુચ અને નર્મદામાં પણ લોકોને હાલાકી પડી હતી... ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓ મુદ્દે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.. એ વખતે કહ્યું હતું કે અમે રોડ રસ્તા મુદ્દે આંદોલન કરીશું અને આજે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે...
ગુજરાતના મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં!
તમે રાજ્યના કોઈપણ ખુણે જાવ પણ ખાડાઓ એટલી હદે પડ્યા છે કમરના મણકા ભાંગી જાય...આ સ્થિતિ માત્ર અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મહાનગરોમાં છે એવું નથી... ભરૂચ- નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ખરાબ રસ્તાઓ ભંગાર બનાવી રહ્યા છે. અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે….
ખરાબ રસ્તાને લઈ ચૈતર વસાવા મેદાને!!
રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે...પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં. કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી...જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે ટુ વ્હીલર, ફોર વ્હીલર ચાલકો પરેશાન થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા..... તે સમયે બબાલ પણ થઈ હતી. તે બાદ આવનાર દિવસોમાં ખરાબ રસ્તાને લઈ આંદોલન કરશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.