ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાની અનોખી પહેલ, લગ્નમાં વરરાજાને બંધારણનાં પુસ્તકની ભેટ


  • Published By :
  • Published Date : 2023-01-23 20:53:51

આપના નેતા અને ડેડિયાપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જીત્યા તે દિવસથી વિવિધ કારણોથી સમાચારોમાં સતત ચમકતા રહ્યા છે. ચૈતર વસાવા પ્રજા કલ્યાણના કામો કે પછી સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને સતત લોકો સાથે જોડાયેલા રહે છે. ચૈતર વસાવા તેમના મત વિસ્તારના લોકોના લગ્ન સહિતના સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને આદિવાસી લોક નૃત્યો કરીને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. 


વરરાજાને બંધારણનું પુસ્તક ભેટ


સામાન્ય પરિવારમાંથી આવીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા તેમના મત વિસ્તારના સામાજીક પ્રસંગોમાં અચૂક ઉપસ્થિત રહીને લોક સંપર્ક જાળવી રાખે છે. તાજેતરમાં ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. એ દરમિયાન એમણે વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોનાં દિલ જીતી લીધા હતાં. ચૈતર વસાવાએ પોતાના વિસ્તારમા લગ્ન પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોમાં રહેલી કાયદાકીય અજ્ઞાનતા દુર કરવાની પહેલ કરી છે.


શા માટે બંધારણનું પુસ્તક ભેટ આપ્યું?


ધારાસભ્ય ચૈતર વસાવાએ વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું તે અંગે તેમણે કહ્યું કે "આજના યુવાનો મોબાઇલ, ડાન્સ પાર્ટી અને વ્યસનોમાં સમય બરબાદ કરે છે, કાયદાકીય અજ્ઞાનતાને લીધે તેઓ આગળ વધી શકતા નથી અને સાથે સાથે પોતાના કુટુંબથી પણ દુર થતા જાય છે, આડા રસ્તે જતાં રહે છે.બંધારણનું પુસ્તક વાંચવાથી યુવાનોમાં કાયદાકીય જ્ઞાન વધશે જેથી તેઓ પોતે તો આગળ વધશે પણ સાથે સાથે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને કાયદો વ્યવસ્થા શું છે તથા સરકારની અને નાગરિકની ફરજો શું છે એનાથી પણ માહિતગાર થશે.આવુ દરેક લોકો સમજી સામાજીક પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપશે તો એક દિવસ એવો આવશે કે યુવાનો બંધારણનું મહત્વ સમજશે અને કાયદાથી અજાણ નહી રહે".



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?