દાહોદ જિલ્લાની ઝાલોદના વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દેતાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમ ભાવેશ કટારા પણ ભાજપમાં જોડાશે.
ભાવેશ કટારા જોડાઈ શકે છે ભાજપમાં
ઝાલોદ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. અગાઉ 2007 અને 2012માં પણ કોંગ્રેસે જ ઝાલોદ સીટ જીતી હતી. ત્યાર બાદ 2017માં ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. આજે સવારે જ જમાવટે મધ્ય ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેમાં ભાવેશ કટારાનું નામ હતું. જો કે સત્તાવાર જાહેરાત નહોતી થઈ પરંતુ હવે ભાવેશ કટારાએ નીમાબેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આણંદના વધુ હજુ એક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવા સમાચારો આવી રહ્યા છે.