ગુજરાતની રાજનીતિમાં ફરી હલચલ થઈ છે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ફરી ઊભી થઈ છે કારણ કે અર્જુન મોઢવાડિયા દિલ્લી દરબારમાં ગૃહ મંત્રીને મળવા ગયા. આજે દિલ્હી ખાતે અર્જુન મોઢવાડિયાએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આમ તો ધારાસભ્ય બન્યા બાદ અર્જુનભાઈની આ પહેલી મુલાકાત છે અમિત શાહ સાથે અને જ્યારે અર્જુન ભાઈ દિલ્હી પહોંચ્યા તો અનેક અટકનો શરૂ થઈ છે.
મંત્રી મંડળમાં અનેક નેતાઓને મળી શકે છે સ્થાન
થોડા સમય પહેલા અર્જુનભાઈએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આને લઈ ટ્વીટ પણ કરી છે. ગુજરાતમાં મંત્રી મંડળની વિસ્તરણની વાત લોકસભા ચૂંટણી સમયથી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
આ ધારાસભ્યોના નામની થઈ રહી છે ચર્ચા
એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે અને આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી.જે ચાવડાનું નામ સામે આવ્યું હતું અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમને જીત બાદ હવે મંત્રી મંડળમાં સ્થાન મળી શકે એવી સંભાવના વધી ગઈ છે અને આજની મુલાકાત બાદ પણ એ જ વાત છે કે શું અર્જુનભાઈ મંત્રી મંડળમાં આવવાની રજુઆત સાથે દિલ્હી દરબાર ગયા હતા?
કોંગ્રેસના અનેક નેતાઓને આપવામાં આવ્યું છે સ્થાન
નવા ચહેરા તરીકે જો કોંગ્રેસના નેતાઓને સ્થાન આપે તો ભાજપમાં ડાખ થઈ શકે છે કારણ કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. એમને સ્થાન મળી પણ શકે.. ખેર રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે એમાં કંઈ પણ થઈ શકે છે તો હવે અર્જુન ભાઈના હાથમાં ભાજપને મંત્રી મંડળમાં સ્થાન મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.