રસ્તા પર ખાડા પૂરાય તે માટે ધારાસભ્ય Anant Patel કરી રહ્યા છે યજ્ઞ! વિરોધ દર્શાવવા શરૂ કર્યો ખાડા મહોત્સવ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 13:58:47

રાજ્યમાં રોડ રસ્તાની હાલત કેટલી દયનીય છે તે વાત બધા જ જાણે છે. રસ્તા પર પડેલા ખાડાને જોતા એવો અનુભવ થાય કે આપણે ચંદ્રની ધરતી પર આવી ગયા હોઈએ. ઉબડ-ખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. સારા રસ્તા બનાવવામાં આવે તે માટે અનેક વખત માગ ઉઠતી હોય છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. ખરાબ રસ્તાનો વિરોધ અલગ અલગ નેતા અલગ અલગ રીતે કરતા હોય છે. ત્યારે ખરાબ રસ્તાનો વિરોધ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્યો છે. 

નેશનલ અને સ્ટેટ હાઈવે પર પણ પડી રહ્યા છે ખાડા 

રસ્તાની હાલત પહેલેથી એમ પણ ખરાબ હતી.રાજ્યમાં પડેલા વરસાદે રસ્તાની હાલત અત્યંત ખરાબ કરી દીધી. રસ્તા પર પડેલા ખાડાઓથી લોકો ત્રસ્ત છે. ત્યારે વાંસદામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ઉપર વરસાદને કારણે પડેલા ખાડા ને તંત્ર દ્વારા પુરવામાં ન આવતા આજે વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની સાથે હાઇવે પર ખાડા નજીક બેસીને હાઇવે બંધ કરાવી ખાડાનું પૂજન કરી ખાડા મહોત્સવની ઉજવણી કરી હતી.


ધારાસભ્ય અનંત પટેલનો અનોખો વિરોધ

ખરાબ રોડ રસ્તાનો વિરોધ અનેક વખત નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતો સામાન ઓછી ગુણવત્તાવાળો હોય છે તેવા આક્ષેપો અનેક વખત લગાવવામાં આવતા હોય છે. શહેરના રસ્તાઓ નથી પૂરવામાં આવતા પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર પડેલા ખાડા પણ પૂરવામાં નથી આવતા. ચોમાસામાં નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડા પુરવામાં તંત્ર દ્વારા ઉદાસીન વલણ રાખતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

એક સપ્તાહ સુધી ચાલશે ખાડા મહોત્સવ

અનંત પટેલ એક સપ્તાહ માટે ખાડા મહોત્સવ થકી સરકારને ઘેરવાના મૂડ માં છે. વરસાદને કારણે પડેલા ખાડા વરસાદના વિરામ બાદ પણ પુરવામાં આવ્યા નથી જેના કારણે અનેક સકસ્માતો સર્જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે, નવસારીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે , સ્ટેટ હાઇવે સહિત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો ઉપર પડેલા ખાડા ને લઈને અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાંસદા માંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડા પાસે બેસીને ખાડાની પૂજા કરી ચક્કાજામ સાથે સરકાર વિરોધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. 



અનોખા વિરોધ બાદ શું રસ્તાને પૂરવાની કામગીરી કરાશે? 

માર્ગમકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સપ્તાહ સુધી વિરોધ કરવાની અનંત પટેલ જાહેરાત કરી હતી આ સપ્તાહ દરમિયાન ચોમાસામાં ધોવાયેલ રસ્તા વહેલિતકે રિપેર કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવશે. ધારાસભ્ય અનંત પટેલના ખાડા મહોત્સવ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ખાડા પુરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આવનાર સમયમાં એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યકરો કરીને ખાડા મહોત્સવની ઉજવણી કરવામાં આવવાની છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...