મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. લાલદુહોમાની આગેવાની હેઠળના જોરમ પીપલ્સ મૂવમેન્ટે શાનદાર પ્રદર્શન કર્યું અને 40માંથી 27 બેઠકો જીતી છે. મિઝો નેશનલ ફ્રન્ટને રાજ્યમાં મોટી હાર સાથે સત્તામાંથી દૂર થવાનો વારો આવ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટ માત્ર 10 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ રાજભવનમાં રાજ્યપાલ ડો. હરિ બાબૂ કંભમપતિ સાથે મુલાકાત કરી હતી અને તેમનું રાજીનામું સોંપ્યું હતું. ઉલ્લેખનિય છે મિઝોરમમાં લાલદુહોમાની આગેવાની હેઠળની ZPM સરકાર બનાવશે. ZPM એ પૂર્વ સાંસદ લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ છ પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન છે, તેની રચના 2017માં થઈ હતી. તે ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક લઘુમતીઓના રક્ષણમાં માને છે.
#WATCH | Aizawl: Outgoing Mizoram CM Zoramthanga says, "Because of the anti-incumbency effect and the people are not satisfied with my performance so I lost... I accept the verdict of the people and I hope that the next government will perform well... It (the reason) is the… pic.twitter.com/l8mN6aAXfo
— ANI (@ANI) December 4, 2023
ZPMના નેતા લાલદુહોમા બની શકે CM
#WATCH | Aizawl: Outgoing Mizoram CM Zoramthanga says, "Because of the anti-incumbency effect and the people are not satisfied with my performance so I lost... I accept the verdict of the people and I hope that the next government will perform well... It (the reason) is the… pic.twitter.com/l8mN6aAXfo
— ANI (@ANI) December 4, 2023મિઝોરમ રાજ્યમાં 1984થી ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર સત્તામાં રહી છે. આ વખતે રાજ્યના પૂર્વ IPS લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ નવો રાજકીય પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) બહુમતીમાં આવ્યો છે. ચૂંટણી પરિણામો પછી, ZPM નેતા લાલદુહોમાનું નામ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે હોટ ફેવરીટ મનાય છે. મુખ્ય પ્રધાનના ઉમેદવાર લાલદુહોમા તેમના મતવિસ્તાર સેરછિપ બેઠક પરથી 2,982 મતોથી જીત્યા છે.
કોણ છે ZPMના પ્રમુખ લાલદુહોમા?
ZPM પ્રમુખ લાલદુહોમા મિઝોરમના ભૂતપૂર્વ IPS અધિકારી છે. તેમણે 1972 થી 1977 સુધી મિઝોરમના મુખ્ય પ્રધાનના મુખ્ય સહાયક તરીકે કામ કર્યું છે અને હવે તેઓ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે. સ્નાતક થયા પછી, તેમણે ભારતીય નાગરિક સેવાઓની પરીક્ષા આપી. 1977માં આઈપીએસ બન્યા બાદ તેમણે ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે દાણચોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને તેમના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે વિશેષ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.