અમરેલીના મીતીયાળા ગામની ધરા ફરી ધ્રુજી, આજે સવારે ભૂકંપના બે આંચકાથી લોકો બન્યા ભયભીત


  • Published By :
  • Published Date : 2022-12-27 14:35:36

મીતીયાળા ગુજરાતનું એક ગામ એવું છે જ્યાંના લોકો ભુકંપની આંચકાના કારણે રાત્રે શાંતિથી ઉંઘી પણ શકતા નથી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં માત્ર 40 મિનિટમાં ધરતીકંપના બે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે.  મીતીયાળામાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવ્યો હતો જો કે આ ગામમાં ભૂકંપના ઝટકા કોઈ નવી વાત નથી. અવારનવાર આવતા ભૂકંપના ઝટકાથી ગામ લોકો પણ ત્રાસી ગયા છે, મિતિયાળા ગામમાં મોટાભાગના મકાનો જુના અને માટીમાંથી બનેલા હોવાથી લોકો શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રાત્રે ઉંઘવા માટે મજબુર બન્યા છે.  મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 


આજે પણ ધરા ધ્રુજી


આજે મંગળવારની સવારે મીતીયાળા ગામની ધરા ધ્રુજી હતી. સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતીકંપના આંચકાથી સ્થાનિકો ભયભીત થઈને તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળાના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે ભૂકંપના આંચકાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. 


સિસ્મોલોજી વિભાગનું શું કહેવું છે?


મીતીયાળા ગામમાં સતત ધરતીકંપન અંગે ગુજરાત સિસ્મોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે.  મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...