ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનનું ઓક્શન દુબઈમાં ચાલી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ગુજરાતે પણ તેના માટે અંત સુધી બોલી લગાવી હતી. આ જ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ બપોરે 2:30 વાગ્યે 20.50 કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. ઉલ્લેખનિય છે કે એક જ દિવસમાં બીજી વખત આ રેકોર્ડ તૂટ્યો છે. અગાઉ આજે જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રેકોર્ડ 20.5 કરોડમાં ખરીદ્યો હતો.
સ્ટાર્ક ખરીદવા માટે કોલકાતા-ગુજરાત વચ્ચે હોડ
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ લડાઈ થઈ હતી. દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ યુદ્ધ શરૂ થયું હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડમાં ખરીદ્યો હતો.
આ છે IPL ઓક્સનના ટોપ-9 મોંઘા ખેલાડીઓ
(1)ઓસ્ટ્રેલિયાના વિશ્વ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતા.
(2)ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને ચેન્નઈ સુપરકિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ એક કરોડ રૂપિયા હતી
(3)ભારતના હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી.
(4)વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફની બેઝ પ્રાઈઝ એક કરોડ રૂપિયા હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
(5)વેસ્ટ ઈંન્ડિઝના રોવમન પોવેલેની બેઝ પ્રાઈઝ એક કરોડ હતી. તેને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
(6)ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી, તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો
(7)ભારતના ફાસ્ટ બોલર શિવમ માવીને લખનઉ સુપર જાયન્ટસે 6.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.
(8)ગુજરાત ટાઈટન્સે ઉમેશ યાદવને 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી.
(9)દક્ષિણ આફ્રીકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડીયન્સે પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી.
સેટ-3-4માં માત્ર 3 ખેલાડીઓ વેચાયા
વિકેટકીપરના સેટ-3માં 5 ખેલાડીઓના નામ આવ્યા, પરંતુ માત્ર 2 જ ખરીદનાર મળ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હીએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કેએસ ભરતને પણ કોલકાતાએ માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે સેટ-4માં ચેતન સાકરિયાને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.ફિલ સોલ્ટ, જોશ ઇંગ્લિસ અને કુસલ મેન્ડિસ અનસોલ્ડ રહ્યા.