સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી ગરબા રમતા સીગરેટના ધુમાડા કાઢતી દેખાઈ રહી છે. તેના પાછળ રમી રહેલા યુવકના હાથમાં ઈ-સીગરેટ જોવા મળી રહી છે.
માંની ભક્તિના તહેવારમાં ગેરઆચરણ !!!!
સોશિયલ મીડિયામાં આ વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે . નવરાત્રી આટલે માતાજીની ભક્તિ અને ઉપાસનાનો તહેવાર કહેવાય અને આવ્યા પાવન તહેવારમાં યુવતી ઈ સીગરેટના ધુમાણા કાઢતી દેખી લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પોહચી છે.
આવી પ્રવુતિ ગરબાના મેદાનમાં ન ચલાવી લેવાય !!
કલાલી ખાતે આવેલું યુનાઈટેડ વે નવરાત્રી આવી ત્યારેથી ચર્ચામાં રહ્યું છે. અને આ વિડિયો બીજો એક ચર્ચાનો વિષય ઊભો કરે છે સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય, એનો વિરોધ કરી આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.
આવ્યા તત્વો પર શું કાર્યવાહી થસે ?
વડોદરા પોલીસ કમિશનરએ કહ્યું કે આવો વિડિયો વાઇરલ થયોએ ખોટું
છે. સાદા કપડાંમાં જે શી ટીમને સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઑ સામે
પણ કાર્યવાહી કરશું