સમૃધ્ધ ગુજરાતમાં 5 વર્ષમાં 2554 સગીરોએ મોતને વ્હાલું કર્યું, આત્મહત્યાના કારણો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-06-26 19:25:58

દેશનું સમૃધ્ધ રાજ્ય મનાતા ગુજરાતમાં કેટલીક સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાતની સમસ્યાઓ અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 2554 સગીરોએ મોતને વ્હાલું કર્યું છે. સમૃધ્ધ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં યુવાનોની આત્મહત્યાએ ચિંતાનો વિષય છે.


આત્મહત્યાની ઘટનાઓ વધી


ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં મુજબ રાજ્યમાં 5 વર્ષમાં 2,554 સગીર યુવાનો દ્વારા આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, કોઈ શારીરીક, તો કોઈ માનસિક તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોમાં પણ આત્મહત્યાની ઘટનાઓ વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 2017માં 485, 2018માં 518, 2019માં 496, 2020માં 532 તો 2021માં 523 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર યુવાનોએ આત્મહત્યા કરી હતી. 


આત્મહત્યાઓ શા માટે વધી?


ગુજરાતના સગીરોમાં પણ આત્મહત્યાનું આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. સગીરોમાં આત્મહત્યાના કારણોમાં ભણતરનો ભાર, માનસિક તણાવ, પરીક્ષાનો ડર, પ્રેમ સંબંધ જેવા કારણોને કારણો મુખ્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, ગુજરાત કરતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં સગીરોની આત્મહત્યાની ઘટના વધારે સામે આવી છે, તો ગુજરાતની સરખામણીમાં ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાળામાં ઓછા આત્મહત્યાના કેસ નોંધાયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?