છેલ્લા બે વર્ષમાં અર્ધલશ્કરી દળોમાં માનસિક રોગથી પીડિત જવાનોના કેસમાં 38 ટકાનો વધારો: ગૃહ મંત્રાલય


  • Published By :
  • Published Date : 2023-08-04 20:20:12

 દેશના અર્ધ લશ્કરી દળોના જવાનોમાં મનોરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા બેફામ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતીમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક દર્દીઓની કુલ સંખ્યા 2020માં 3,584 થી વધીને 2022 માં 4,940 થઈ ગઈ છે. સરકારના આંકડા દર્શાવે છે કે 2018 થી 2022 સુધીમાં 658 જવાનોએ આત્મહત્યા કરી છે. રાયના જણાવ્યા પ્રમાણે "ITBPમાં પાંચ મનોચિકિત્સકો છે, BSFમાં ચાર, CRPFમાં ત્રણ અને SSB અને ARમાં એક-એક મનોચિકિત્સક છે," 


અર્ધ લશ્કરી દળોમાં કેટલા માનસિક બીમાર જવાનો? 

 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જણાવ્યા અનુસાર, 2021 માં, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક બીમારીના 3,864 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, '2020માં CRPFમાં કુલ 1,470, 2021માં 1,506 અને 2022માં 1,882 માનસિક રોગના કેસ નોંધાયા હતા. BSFમાં 2020માં 1,073, 2021માં 1,159 અને 2022માં 1,327 દર્દીઓ હતા, જ્યારે આસામ રાઈફલ્સમાં 2020માં 351, 2021માં 509 અને 2022માં 530 દર્દીઓ હતા. CISF માં 2020 માં 289, 2021 માં 244 અને 2022 માં 472 દર્દીઓ હતા. ITBPમાં 2020માં 215, 2021માં 300 અને 2022માં 417 દર્દીઓ હતા. SSB માં 2020 માં 186, 2021 માં 246 અને 2022 માં 312  માનસિક દર્દીઓ હતા.


2018 થી 2022 સુધીમાં 658 આત્મહત્યા


આત્મહત્યાની વિગતો આપતા રાયે જણાવ્યું કે CRPFમાં 230 જવાનો, BSFમાં 174 જવાનો, CISFમાં 91 જવાનો, SSBમાં 65 જવાનો, ITBPમાં 51 જવાનો અને ARમાં 47 જવાનોએ આત્મહત્યા કરી છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.