Loksabha Electionના મતદાન પહેલા મંત્રી કનુ દેસાઈએ માગી કોળી સમાજની માફી, થોડા દિવસ પહેલા આપેલા નિવેદનને લઈ કરી આ સ્પષ્ટતા...


  • Published By :
  • Published Date : 2024-05-06 12:54:50

લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને જ્યારે જ્યારે આ ચૂંટણી આવે છે ત્યારે એ પોતાની સાથે અનેક મુદ્દાઓ લઈને આવે છે. પ્રચાર દરમિયાન નેતાઓ  નિવેદન આપતી વખતે  ના બોલવાનું બોલી જાય છે અને પછી ચૂંટણી નજીક આવતા માફી માંગતા દેખાય છે... તાજેતરમાં આપણી સામે એવા અનેક ઉદાહરણો છે. ત્યારે હવે કનુ દેસાઇએ પોતાના નિવેદન પર માફી માંગી છે. મંત્રીએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા..  

પોતાના નિવેદન બદલ મંત્રી કનુ દેસાઈએ માગી માફી

રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો જ હતો ત્યાં હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ ભડક્યો હતો. જેને લઈને છેવટે કનુભાઈ દેસાઈએ માફી માગવી પડી હતી. કનુભાઈ દેસાઈએ કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો. વીડિયો અને મારા નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યો છે. વલસાડની તડપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટ-છાંટ કરીને રજૂ કરવામાં આવી હતી. જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગુ છું.  



કોળી સમાજને લઈ કનુ દેસાઈએ આપ્યું હતું નિવેદન 

કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય' આ નિવેદન બાદ કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. જાહેર મંચ પરથી તો નહીં પણ કાનુ દેસાઇએ માફી તો માંગી છે પણ કોળી સમાજ માફ કરે છે કે કેમ એ જોવાનું રહ્યું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.