રાજસ્થાનના હનુમાન ગઢમાં સોમવારે સવારે લગભગ 10.25 વાગ્યે ભારતીય હવાઈ દળનું મિગ-21 ફાઈટર જેટ વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનું મોત થયું છે. જ્યારે એક પુરૂષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ઘાયલની સ્થિતી ચિંતાજનક છે. ફાઈટર જેટના પાયલોટ રાહુલ અરોડા અને કો-પાયલોટ સુરક્ષિત છે.
#WATCH भारतीय वायुसेना का मिग-21 लड़ाकू विमान आज सुबह राजस्थान के हनुमानगढ़ के पास दुर्घटनाग्रस्त हो गया। विमान ने सूरतगढ़ से उड़ान भरी थी। पायलट सुरक्षित है। अधिक जानकारी की प्रतीक्षा है: IAF स्रोत pic.twitter.com/TAy5XD4j7A
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023
કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?
#WATCH भारतीय वायुसेना का मिग-21 लड़ाकू विमान आज सुबह राजस्थान के हनुमानगढ़ के पास दुर्घटनाग्रस्त हो गया। विमान ने सूरतगढ़ से उड़ान भरी थी। पायलट सुरक्षित है। अधिक जानकारी की प्रतीक्षा है: IAF स्रोत pic.twitter.com/TAy5XD4j7A
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023હનુમાન ગઢમાં ક્રેસ થયેલા મિગ-21 વિમાનના પાયલોટ રાહુલ અરોડા તેને ઉડાવી રહ્યા હતા. ફાઈટર જેટએ સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી. ઉડાન ભરી તેની 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખરાબીના પગલે પાયલોટએ વિમાન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જો કે પાયલોટએ તેમની આંતરસુઝ લગાવીને તે વિમાનને રહેવાસી વિસ્તારોથી દુર લઈ ગયા, પરંતું વિમાન જે મકાન ઉપર પડ્યું તે ગામથી દુર હતું. બાદમાં તે બંને પાયલોટએ પેરાશૂટની મદદથી વિમાન પરથી સુરક્ષિત રીતે પડતું નાખ્યું હતું. કેટલાક લોકો તેમની મદદ માટે દોડી પહોંચ્યા હતા. વિમાન જે ઘર પર પડ્યું તેને આગથી બચાવવા માટે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.