ગુજરાત સરકારે મધ્યાહન કર્મીઓની લાંબા સમયની માગ આખરે અંશત: સંતોષી છે. આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતા મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે મધ્યાહન ભોજન ધોરણ 1થી 5માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 5 અને 45 પૈસાનો વધારો કર્યો છે. ધોરણ 6થી 8માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 8 અને 17 પૈસાનો વધારો કર્યો છે.
મધ્યાહન ભોજન કર્મીઓએ કર્યો વિરોધ
રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છતાં મધ્યાહન ભોજન કર્મીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે. મધ્યાહન ભોજન મંડળના સભ્યોએ જણાવ્યું કે, હાલની મોંઘવારી પ્રમાણે સરકારે કરેલો ભાવ વધારો અપુરતો છે. સરકારે તેમાં હજુ વધારો કરવો જોઈએ. મધ્યાહન ભોજન મંડળના સભ્યો આ મામલે સરકારને રજુઆત કરશે.