નવસારીના પીપલ ગભાણ ગામની શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મીડ-ડે મીલ


  • Published By :
  • Published Date : 2023-06-09 20:19:56

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ છે. જો કે આ યોજના હેઠળ આપવામાં આવતા ભોજનને લઈ અનેક વખત સવાલો ઉઠ્યા છે. મધ્યાહન ભોજન યોજના અન્વયે વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં સ્વચ્છતાનો અભાવ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. જેમ કે નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી ગરોળી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા. ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મધ્યાહન ભોજન

 

મળતી વિગતો મુજબ ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં બાળકો જમવા બેઠા હતા. બાળકોને ભાત પર દાળ રેડવામાં આવી ત્યારે થાળીમાં ગરોળી દેખાઈ હતી. પીપલગભણ ગામ સહિત નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થા ‘નાયક ફાઉન્ડેશન’ને આપવામાં આવ્યો છે. પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં અપાતા મીડ-ડે મિલનું ભોજન પણ ‘નાયક ફાઉન્ડેશન’ને જ  તૈયાર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે નાયક ફાઉન્ડેશનને નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ તેની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.


અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનનો કર્યો હતો વિરોધ


નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે આ અગાાઉ 2017માં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ અવાજ ઉઠાવ્યો હતો. અગાઉ પણ ઘણી વખત શાળામાં ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી એકવાર દાળની અંદર ગરોળી હોવાનું સામે આવતા તેની માહિતી માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગને આપવામાં આવી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?