માઇક્રોસોફ્ટ સર્વર કલાકોથી ઠપ, દુનિયામાં ભરમાં હડકંપ, દેશ અને દુનિયાભરના એરપોર્ટ પર હાહાકાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-19 15:40:54

આજના જમાનામાં આધુનિકતાએ સમગ્ર દુનિયાને ખુબ કનેક્ટ કરી નાખી છે . આધુનિકતાએ આપણા જીવનના દરેક પાસામાં પ્રવેશી ચુકી છે . એક નાનું disruption એટલે કે સર્વર ઠપ્પ થઈ જાય તો સમસ્યા સમગ્ર દુનિયા ઠપ્પ થઈ જાય છે. માઇક્રોસોફ્ટની જે કલાઉડ સર્વિસ છે તેના સર્વર ઠપ્પ થતા સમગ્ર દુનિયામાં કમ્પ્યુટર્સ અને વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. 

માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા અનેક સેવાઓ પ્રભાવિત થઈ!

માઇક્રોસોફ્ટ કે જે અમેરિકન મલ્ટિનેશનલ કંપની છે , તે તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને સર્વર માટે જાણીતી છે . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા , સમગ્ર દુનિયામાં વિમાન સેવાના સર્વર ઠપ્પ થઈ ગયા છે અને જેનાથી મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા છે . ભારતમાં પણ વિમાનસેવાઓ પ્રભાવિત થયી છે. અકાસા એરલાઇનએ તો જાહેરાત કરી દીધી છે કે , કેટલીક તેની online સર્વિસ થોડાક સમય માટે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ માટે unavailable રહેશે . આ માઈક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસના ઠપ થવાથી એરલાઇન્સની બુકિંગ અને ચેક ઈન સેવાઓ પ્રભાવિત થયી છે . 



Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે

માઈક્રોસોફ્ટ સર્વર ઠપ્પ થવુંએ 2024નું સૌથી મોટું આઈટી સંકટ કહેવામાં આવે છે. આનાથી કમ્પ્યુટર સિસ્ટમોએ કામ કરવાનું બંધ કરી દીધું છે . Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે કે જેનાથી દુનિયાના મોટા ભાગના કોમ્પ્યુટર્સ અને લેપટોપ ચાલતા હોય છે. મોટા મોટા બેંક અને મીડિયા સંસ્થાનોમાં આ તકલીફ અનુભવાઈ રહી છે. જ્યારે પણ આ કમ્પ્યુટર્સ કે લેપટોપ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર એક વાદળી રંગની સ્ક્રીન દેખાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી. ખુબ મોટું નુકશાન આનાથી લોકોને થઈ રહ્યું છે. 



થોડા સમયની અંદર Microsoftનો આ પ્રોબ્લેમ થઈ જશે સોલ્વ 

અમેરિકાના કેટલાય રાજ્યોમાં ઇમર્જન્સી માટેની 911 જેટલી સેવાઓ પણ આનાથી પ્રભાવિત થઈ છે. આ ઘટનાઓ આવનારા સમયમાં વધુમાં વધુ જોવા મળી શકે છે, આપણા લોકોની જે નિર્ભરતા છે તે આ બધા ઓપરેટિંગ સિસ્ટમ પર ખુબ વધી રહી છે. આમાં એક પણ રીતનું આઉટરેજ થાય તો તમારા સમગ્ર વેપારને નુકશાન પહોંચી શકે છે. નિષ્ણતો આ ઘટનાને Cyber Terrorનું એક નવું પ્રતીક માની રહ્યા છે. કેમ કે તેનાથી આખી દુનિયામાં હડકંપ મચી જાય છે. જોકે આ Microsoft ક્લાઉડની સેવા પહેલા જેવી યથાવત તો થઈ જશે પણ થોડા કલાકોનો  સમય લાગી શકે છે .    



આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..

આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..