હવે માઈક્રોસોફ્ટ પણ છટણીના માર્ગે, આજે 11,000 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-18 12:50:15

દુનિયાભરમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આ કારણે જ વિશ્વની જાયન્ટ કંપનીઓ પણ સ્ટાફની છટણી કરી ખર્ચ ઘટાડી રહી છે. ટ્વીટર, ફેશબુક, એમેઝોન, ગુગલ બાદ હવે માઈક્રોસોફ્ટે પણ છટણીની કાતર ચલાવી છે. એક રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓની આજે છટણી કરવામાં આવશે.


 HR અને એન્જિનિયરિંગ વિભાગમાં છટણી


મિડીયા રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટમાં મુખ્યત્વે માનવ સંસાધન (HR) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણી પ્રક્રિયાના ભાગરૂપે, માઇક્રોસોફ્ટ તેની કુલ કાર્યક્ષમતાના 5 ટકા ઘટાડશે. આ રીતે કંપની કુલ 11,000 કર્મચારીઓની છટણી કરશે.


નફો ઘટતા છટણીની કાતર ચલાવી


માઇક્રોસોફ્ટ પર તેનો નફો જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું છે કારણ કે તેનું ક્લાઉડ યુનિટ Azure સતત કેટલાંક ક્વાર્ટરથી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. પર્સનલ કોમ્પ્યુટરના માર્કેટ પર આવી રહેલી નકારાત્મક અસરને જોતા તેની અસર માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણ પર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ થોડા સમય પહેલા જ કંપનીના કામકાજમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા હતા.


સ્ટાફ ઘટાડી બચત


માઈક્રોસોફ્ટમાં કુલ 2 લાખ 21 હજાર ફુલ ટાઈમ કર્મચારીઓ છે અને તેમાંથી 1 લાખ 22 હજાર કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. 30 જૂન 2022 ના ફાઇલિંગ અનુસાર, કંપની પાસે 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામમાં રોકાયેલા છે. માઈક્રોસોફ્ટે કોરોના સમયગાળા દરમિયાન ઘણી ભરતી કરી હતી અને હવે કંપની તેની સામાન્ય કામગીરી પર પરત ફરી રહી છે. કંપની માનવબળ ઘટાડી તેની આર્થિક સ્થિતી વધુ મજબુત બનાવવા માંગે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?