અમેરિકાની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે થયા MoU,રૂ. 22,500 કરોડનું થશે રોકાણ, 20 હજાર લોકોને મળશે રોજગારી


  • Published By :
  • Published Date : 2023-06-28 21:20:25

વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઓ પૈકી એક એવી અમેરિકાની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યા છે. આ MoU અંતર્ગત અમદાવાદના સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામા આવશે. માઇક્રોન ટેક્નોલોજી દ્વારા 22,500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. માઇક્રોન ટેક્નોલોજી સેમિકન્ડક્ટર મેમરી ચિપ તૈયાર કરવા તથા ટેસ્ટીંગ,પેકેજીંગ અને માર્કઅપ માટે પ્લાન્ટ ઉભો કરશે. આ પ્લાન્ટ બાદ 5 હજાર પ્રત્યક્ષ અને 15 હજાર પરોક્ષ મળી કુલ 20 હજાર લોકોને રોજગારીનો દાવો કરવામાં આવ્યો છે. 18 મહિનામાં પ્લાન્ટ સાણંદમાં સ્થાપવામાં આવશે.


અમેરિકાના પ્રમુખે કરી હતી જાહેરાત 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે કહ્યું કે, વડાપ્રધાનની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી,ટેસ્ટ,માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી. પીએમ મોદીના અમેરિકા પ્રવાસની ફલશ્રુતી સ્વરૂપે આ કંપની અમદાવાદના સાણંદમાં પોતાનો ચિપ મેકિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે.


20 હજાર લોકોને મળશે રોજગારી 


સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા. રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. 


વિશ્વની પાંચમી સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની છે માઇક્રોન

 

માઇક્રોન ટેક્નોલોજી ઇન્કોર્પોરેશન અમેરિકાની સૌથી મોટી સેમિકન્ડક્ટર મેમરી આઇ.ડી.એમ (ઇન્ટીગ્રેટેડ ડિવાઇસ મેન્યુફેક્ચરીંગ) કંપની છે. તે વિશ્વની પાંચમી સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની છે. વર્ષ 2022માં ફોર્ચ્યુન 500માં 127માં નંબરની કંપની જાહેર થઈ હતી. મોબાઇલ, કોમ્પ્યુટર, ડેટા સેન્ટર અને હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટીંગ માટેના મેમરી ચીપ ડિવાઇસીસ બનાવવામાં કુશળ છે. અમેરિકાના ઇડાહો સ્ટેટના બોઇઝે શહેરમાં કંપનીનું હેડક્વાર્ટર સ્થિત છે. વર્ષ 2022 માં કંપનીની આવક 30.8 બિલિયન યુ.એસ. ડોલર રહી છે. માઇક્રોનના અમેરિકા, જાપાન, તાઇવાન અને ચીનમાં કુલ મળીને 11 ઉત્પાદન એકમો કાર્યરત છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?