ઓટો મોબાઈલ કંપની MG Motor સામે સરકારે શરૂ કરી તપાસ, નાણાકિય ગેરરિતીનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-01 20:14:41

ઓટો મોબાઈલ સેક્ટરની મોટી કંપની મોરિસ ગેરેજ મોટર્સ (MG Motor)ની નાણાકિય ગેરરીતિ સામે સરકારે તપાસ શરૂ કરી છે. કંપની પર આરોપ છે કે તેણે બનાવટી બિલ બનાવીને ટેક્સની ચોરી કરી છે. MG Motor એક માત્ર એવી કંપની છે જેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.


કંપનીના ઉચ્ચ અધિકારીઓની થશે પૂછપરછ 


નાણા મંત્રાલયે નાણાકીય ગેરરિતીને લઈ કંપનીને નોટિસ ફટકારી છે. નોટિસ હેઠળ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કંપનીના ડાયરેક્ટર, એમ.ડી અને ઓડિટર સાથે પૂછપરછ થઈ શકે છે. નોટિસ બાદ ડિસેમ્બર મહિનામાં કંપનીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. મિડીયા રિપોર્ટ પ્રમાણે કંપનીને પૂછવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં વેપારના પહેલા જ વર્ષમાં ખોટ કઈ રીતે બતાવવામાં આવી છે.


MG Motor પર આરોપ શું છે?


MG Motor પર આરોપ છે કે કંપનીએ શંકાસ્પદ કંપનીઓ અને લોકો સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે, કથિત રીતે કરચોરી કરી છે અને ઓછા અને વધુ મૂલ્યના બિલ બનાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે અન્ય કેટલાક આરોપો પણ છે. કંપનીએ પણ સ્વીકાર્યું છે કે તેમને મંત્રાલય તરફથી નોટિસ મળી છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.