અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ યોજાવાની છે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈ સવારના 7થી રાત્રીના 1.30 વાગ્યા સુધી ટ્રેન દોડાવામાં આવશે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. મુસાફરોનો ઘસારો ઓછો થાય તે માટે પેપર ટિકિટ એડવાન્સમાં પણ મેળવી શકાશે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો સેવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી!
આઈપીએલ મેચનો ક્રેઝ લોકોમાં હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મે અને 28મેના રોજ મેચ યોજાવાની છે. મેચને લઈ સ્ટેડિયમમાં લોકોને ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે લોકોને અગવડ ન પડે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે.
ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર!
ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. 25 રુપિયાના ફિક્સ દરે કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકશે. મેટ્રોના સમયમાં પણ મેચને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી રાત્રિના 1.30 વાગ્યા સુધી ટ્રેનની સેવાઓને લંબાવામાં આવી છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ટિકિટ ખરીદવા માટે રાહ જોવી ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.