મેટ્રોમાં મુસાફરીનું અમદાવાદીઓ સપનું થશે સાકાર, PM મોદી આપશે મેટ્રોની ગિફ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:59:05

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ લોકોની લાંબા સમયથી ઈચ્છા હવે પુરી થતી જણાઈ રહી છે. મેટ્રોના કારણે શહેરના ત્રાસદાયક ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.  CMRSના અધિકારીઓ દ્વારા ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરનું અંતિમ ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. ઉત્તર અને દક્ષિણ અમદાવાદને જોડતા રૂટનું ચીફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ કરતા મેટ્રોમાં સફરનું સપનું સાકાર થશે.


શહેરમાં ક્યારથી દોડશે મેટ્રો ટ્રેન 


સુત્રોના જણાવ્યા પ્રમાણે નવરાત્રીના પ્રારંભથી જ મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. પ્રધાનમંત્રી મોદી મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સુધી અને વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી શકાશે. અવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે. જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે. બંને રેલ રૂટના 40 કિમીમાં આવતા 32 રેલ્વે સ્ટેશનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બંને રૂટ પર ત્રણ કોચ સાથે પ્રતિ કલાક 80 કિમીની ઝડપે મેટ્રો ટ્રેન દોડશે. દરરોજ સરેરાસ 40 હજાર લોકો મુસાફરી કરે તેવું અનુમાન છે.



મેટ્રો સ્ટેશનથી BRTS સ્ટેશન સુધી ઈ-રિક્ષાની સુવિધા


મેટ્રો સ્ટેશનથી મુસાફરોને અન્ય વાહન મળી રહે તે માટે ઈ-રિક્ષાની વ્યવસ્થા કરાશે. ઈ-રિક્ષા દ્વારા મુસાફરો મહત્વના સ્થળો પર ઝડપથી પહોંચી શકે તે માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિચારણા  કરવામાં આવી છે. ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરાશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?