બાંગ્લાદેશમાં આજથી મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશનની વચ્ચે દોડશે. પીએમએ ઢાંકાથી ટ્રેનને લીલી ઝંડી બતાવી છે ઉપરાંત ટ્રેનની સફર પણ કરી હતી. મળતી માહિતી અનુસાર જાપાનના સહયોગથી બાંગ્લાદેશમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
પોતાની બહેન સાથે મેટ્રોમાં કરી સફર
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાંકાથી પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશન વચ્ચે દોડવાની છે. હસીનાની રાજકીય પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશે ઈલેક્ટ્રિક ટ્રેનના યુગમાં પ્રવેશ કરી દીધો છે. શેખ હસીનાએ પ્રથમ મેટ્રો ટ્રેનનો શુભારંભ કર્યો છે. પીએમએ પોતાની બહેન શેખ રહેના સાથે મેટ્રોમાં મુસાફરી કરી છે. 2016માં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.