અમદાવાદમાં દોડતી થઈ મેટ્રો , PMએ કરી સવારી
વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તો છેલ્લા કેટલાય સમય થી અમદાવાદીયો જેની રાહ જોઈ રહ્યા હતા એવી મેટ્રો વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપી શરૂ કરી દીધી છે. હવે મેટ્રોની શરૂઆત થતાં હવે હજારો લોકોને સુવિધા મળી જવાના કારણે સમય અને પેટ્રોલ બંનેની બચત થશે. આટલું જ નહીં રસ્તા પર ધૂળ અને પ્રદૂષણથી શાંતિ મળશે.
શું હશે રૂટ ?
મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. આ પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે.વસ્ત્રાલ થી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન આવેલા છે.
ટિકિના ભાવ શું હશે ?
શરૂવાતમાં મેટ્રોના ભાવ જેમાં પ્રથમ 2.5 કિમી માટે 5 રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.