અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચોની કાગડોળે રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વકપની મેચો દરમિયાન ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં મેચ નિહાળવા ઉમટી પડતા હોવાથી તેમની સુવિધા માટે AMC કોર્પોરેશને મેટ્રો ટ્રેનની સેવા માટે વ્યવસ્થા કરી છે. તારીખ 5મી ઓક્ટોબર, 14મી ઓક્ટોબર, 4થી નવેમ્બર, 10મી નવેમ્બર અને 19મી નવેમ્બરના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ દિવસોમાં શહેરીજનો સહિત બહારગામથી અમદાવાદમાં મેચ જોવા માટે આવનારા ક્રિકેટરસિકોને તકલીફ ના પડે તે માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર
વર્લ્ડ કપની મેચો પ્રેક્ષકોને આવવા જવામાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય એ માટે મેટ્રોના સમયમાં થોડો ફેરફાર કવામાં આવ્યો છે. હાલ મેટ્રો સવારના 6.20થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલે છે જેને મેચના દિવસો દરમિયાન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર એક્ઝિટ ગેટ જ ખોલવામાં આવશે. એન્ટ્રી ગેટ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ઉલ્લેખિત તારીખોએ રાત્રિના 1 વાગ્યે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10 વાગ્યા પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂ. 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાય છે.
મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર પેપર ટિકિટની સુવિધા
મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂ.50ના નિશ્ચિત દરે ખરીદી શકાય છે.