વરસાદને લઈ જાણે જાણવું હોય ત્યારે બે આગાહીઓ પર ધ્યાન સામાન્ય રીતે લોકો આપતા હોય છે.. એક હવામાન વિભાગની આગાહી અને બીજી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી... ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે 26મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.. આ સમય દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ સમય દરમિયાન.. તે ઉપરાંત 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે...
26 તારીખ સુધી કરવી પડશે કાળઝાળ ગરમી સહન
કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.. વરસાદની રાહ લોકો કાગડોળે જોઈ રહ્યા છે... વરસાદ ક્યારે આવે અને ક્યારે આ ગરમીમાંથી મુક્તિ મળે તેની લોકોને આતુરતા છે. 26 તારીખ બાદ રાજયના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે... 26 મે સુધી આવી કાળઝાળ ગરમી સહન કરવી પડશે.. આકરી ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી વાત તેમણે કરી હતી. તેમની આગાહી અનુસાર 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી શકે છે.
આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી
વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે બંગાળના ઉપસાગરમાં એક નહીં બે બે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. ભારે પવન પણ વહી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રવેશી શકે છે તેવી વાત તેમના દ્વારા કરાઈ છે. ગુજરાતમાં 7થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી છે તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. મહત્વનું છે કે હાલ અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું છે.. અનેક શહેરો એવા હતા જ્યાં આ આંકડો પાર થઈ ગયો છે.