વરસાદ અંગે હવામાન વિભાગે કરી આગાહી, અંબાલાલ પટેલે ખેડૂતોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-09-10 12:04:45

રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા તેમની મહેર વરસાવી રહ્યા છે, ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવે તેવી આશા છે. જોકે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયુ અને તેના કારણે અમુક વિસ્તારમાં સારો વરસાદ થયો છે. તેમ છતાં કેટલાક વિસ્તાર કોરો રહ્યા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમની અસરથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હજુ પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4થી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ થઇ શકે છે.  ઉપરાંત અમદાવાદમાં પણ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.


આ જિલ્લાઓમાં થશે અમીવર્ષા


આજે દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી, નવસારી, વલસાડ, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં  વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. ત્રણ ઝોનમાં આજે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.   


અંબાલાલ પટેલે પણ કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ થશે.


શરદ ઋતુને લઈ ખેડૂતોને આપી આ સલાહ


અંબાલાલ કાકાએ ખેડૂતો માટે જણાવ્યુ કે, શરદ ઋતુ રોગોની ઋતુ કહેવાય છે. 26 ઓક્ટોબર પછીનો વરસાદ થાય તો કપાસને નુકસાન થાય અને રૂનો પાક પણ બગડી જાય છે. પાછોતરો વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાન થાય, કારણ કે નવરાત્રી પછી ચોમાસું પાક તૈયાર થઈ નિકળવાની તૈયારીઓ ચાલતી હોય છે. મગફળી લેવાઈ ન હોય તો વરસાદના કારણે ઉગી જાય છે અને પાથરા (પાકના નાના નાના ઢગલા) પડયા હોય તો જીવાત પડે છે.  વતાવરણની અસર કૃષિ પાક પર થતી હોય છે. વાતાવરણ સાનુકુળ ન હોય ત્યારે કૃષિ પાકમાં જીવાત પડતી હોય છે. કપાસના પાકમાં વરસાદના કારણે ફુલ ભમરી ખરી જાય. મકાઈ બાજરી પાકમાં પરાગરજ ધોવાઈ જવાના કારણે ડોડોમાં દાણા ન ભરાય. શાકભાજીના પાકમાં કહોવારો લાગે. ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્વવ વધે. ડાંગરના પાકમાં માંડા આવે અને મગફળી પાકમાં ટીક્કાનો રોગ આવે તેમજ જીવાણુ થતા સુકારાનો રોગ આવે. જો કે શરદ ઋતુ રોગોની ઋતુ કહેવાય છે. કૃષિ પાક સાથે જન સમુદાયે અને પશુઓના સ્વાસ્થયની કાળજી રાખવી જોઈએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?