વરસાદનો ચોથો રાઉન્ડ કેવો રહેશે? હવામાન વિભાગે કરી આ આગાહી, અત્યાર સુધીમાં 79.83 ટકા વરસાદ


  • Published By :
  • Published Date : 2023-08-07 19:38:09

રાજ્યમાં સતત થઈ રહેલા વરસાદથી ખેડૂતોથી લઈને શહેરીજનો પણ મેઘરાજા પણ ખમૈયા કરે તેવું ઈચ્છી રહ્યા છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે પણ વરસાદ અંગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીમાં જાણવા મળ્યું છે કે, રાજ્યમાં હાલ વરસાદની કોઇ સિસ્ટમ એક્ટિવ નથી. જોકે, માછીમારોને પાંચ દિવસ સુધી માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. મોટાભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. 


દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાશે


રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેથી છૂટોછવાયો વરસાદ પડશે. નવી વરસાદી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.


ત્રણ રાઉન્ડમાં 79.83 ટકા વરસાદ


રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ 


રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા છે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યના 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 251184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?