હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, આ દિવસે પડશે વરસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:56:15

ગુજરાતમાં સરેરાશ મોસમથી 30 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે અને ઓક્ટોબર માસના મોસમી પવનો વહેવાનો સમય છે ત્યારે ગુજરાત હવામાન વિભાગે 5 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે. 


ક્યાંના લોકોને રેઈનકોટ લઈને બહાર નિકળવું પડશે?

6 ઓક્ટોબર

વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 

7 ઓક્ટોબર 

દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 

8 ઓક્ટોબર 

ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 

9 ઓક્ટોબર

ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.