દેશમાં ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે, જાણો હવામાન વિભાગે શું કારણ આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-05 20:00:17

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાના આગમનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ થોડા દિવસ રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસાની એન્ટ્રીને હજુ પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. દેશમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે. ચોમાસાની આગળ વધવાની તાજી સ્થિતિ ચોમાસુ કેરળમાં ક્યારે બેસશે તે અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તે વાદળછાયું છે. ખૂબ જ ટૂંક સમયમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરળના કિનારા તરફ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ચોમાસું કેરળમાં ક્યારે આગમન કરશે.


કેરળમાં 7 જૂને થઈ શકે ચોમાસાની એન્ટ્રી 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 7 જૂને નૈઋત્યનું ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે વેસી જશે, પરંતુ તેમ થયુ નથી. આનું કારણ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ચોમાસાને આગળ વધવામાં અસર થઈ શકે છે.


દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ ખેંચાશે 


કેરળમાં ચોમાસાના વિલંબના કારણે, દેશના અન્ય ભાગોમાં પણ ચોમસાને બેસવાને વિલંબ થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ નથી જણાવી, પરંતુ કહ્યું કે ચોમાસું અન્ય સ્થળોએ પણ મોડું થાય તે જરૂરી નથી, એકવાર કેરળમાં ચોમાસાનું આગમન થાય ત્યાર બાદ, દેશના અન્ય ભાગમાં આગળ વધવા અંગે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?