ગરમી માટે હવામાન વિભાગે કરી આગાહી, આવનાર દિવસોમાં વધશે ગરમીનું જોર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-06 16:27:31

થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીનો અનુભવ રાજ્યના લોકો કરી રહ્યા હતા.  ત્યારે હાલના દિવસોમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે જ્યારે માર્ચ મહિનામાં ગરમીનો અહેસાસ થશે. ગરમીનું જોર વધવાનું શરૂ થશે. ગઈ કાલે ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. 


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ 

રવિવારથી રાજ્યના તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો છે. કડકડતી ઠંડીમાંથી લોકોને એકાએક ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજવાળું વાતવરણ પણ રહ્યું હતું. ત્યારે વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તાપમાનમાં વધારો થતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરૂ થશે. 


અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી-બે ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ભેજ વધી શકે છે. અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું હતું સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...