દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડીથી થોડા દિવસોથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં 24 અને 25 તારીખ દરમિયાન ભારે વરસાદ અથવા તો હિમવર્ષા થઈ શકે છે.
વરસાદ વરસવાની કરવામાં આવી છે આગાહી
અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વરસાદ પણ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
અનેક રાજ્યોમાં રહેશે ધુમ્મસભર્યુ વાતાવરણ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો હતો પરંતુ ફરી એક વખત હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થવા તૈયાર રહેવું પડશે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહાર, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં, મધ્યપ્રદેશમાં ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.