જગતના તાતને ફરી સહન કરવો પડશે કુદરતનો માર! ફરી એક વાર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-09 15:54:53

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત માવઠું વરસવાની આગાહી કરી છે. કમોસમી વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ગરમીને લઈને પણ આગાહી કરી છે. જે મુજબ આવનાર બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ઊંચો જશે. અને 13 માર્ચની આસપાસ ફરી એક વખત કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


13 માર્ચ બાદ ફરી કરવામાં આવી છે માવઠાની આગાહી 

થોડા દિવસોથી રાજ્યના હવામાનમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તો કાળઝાળ ગરમી પડવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પડયા પર પાટું પડવાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સોમવારે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. મંગળવારે તેમજ બુધવારે પણ માવઠું યથાવત જોવા મળ્યું હતુ. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે 13 માર્ચથી ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


કચ્છ માટે હિટવેવની કરવામાં આવી છે આગાહી 

કમોસમી વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે. મહત્તમ તાપમાનમાં નોધપાત્ર વધારો જોવા મળશે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાને ફેબ્રુઆરીમાં જ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા હતા. અનેક વર્ષો બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે આવનાર એક બે દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.      




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?