રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પણ જમાવટ કરી છે. આજે મોડી સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદે આખા અમદાવાદને ઘમરોળી નાખ્યું હતુ. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદના આ વિસ્તારો જળબંબાકાર
આજે અમદાવાદના જોધપુર વિસ્તારમાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરના બોડકદેવમાં 4 ઈંચ, બોપલ અને સાયન્સ સિટીમમાં 4.5, મક્તમપુરા, ઉસ્માનપુરા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ, તો રાણીપ અને ખમાસા વિસ્તામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે શહેરની શાન ગણાતા SG હાઈવે પર ઈસ્કોન બ્રિજથી લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાથી શહેરના ઉસ્માનપુરા, પરિમલ ગાર્ડન, મકરબા અને અખબારનગર સહિતના અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી છે.નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વાહનો બંધ થઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તાલુકાઓમાં થઈ મેઘ મહેર
રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે, દક્ષિણ ગુજરાતના વલસાડમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.