Facebookના ભારતીય CEO અજિત મોહને રાજીનામું આપ્યું, હરીફ કંપની Snapમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-03 21:31:34

ફેશબુકના ભારતના સીઈઓ અજિત મોહને રાજીનામું આપી દીધું છે. ફેશબુકે પણ સમાચારને સમર્થન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં કંપનીના ડાયરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશિપ્સ મનીષ ચોપડા હાલ તેમનું કામ કરશે. અજિત મોહન ફેશબુકની હરીફ કંપની Snap સાથે જોડાવાના છે. મોહન 2019માં Meta Platforms સાથે જોડાયા હતા.


માર્ક ઝકરબર્ગને ઝટકો


અજિત મોહને ફેશબુકના ભારતના સીઈઓ તરીકે રાજીનામું આપતા Meta Platforms અને ઝકરબર્ગને ઝટકો લાગ્યો છે. અજિત મોહનના નેતૃત્વમાં કંપનીએ 2015 માં, મેટાની એપ્સ ફેમીલીએ ભારતમાં 20 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડ્યા હતા. ફેસબુકને હાલ ભારતમાં Snapની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.