ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમની ચર્ચાઓ થઈ રહી છે. વનવિભાગના કર્મચારીને માર મારવાને લઈ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા જ ચૈતર વસાવા ફરાર થયા હતા. પરંતુ થોડા સમય પહેલા તે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યારે પોલીસ સમક્ષ તે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર આવતા રહે છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.
ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે!
નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાની રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વખત આને લઈ ચર્ચાઓ થતી રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી રહે છે. આ બધા વચ્ચે મુમતાજ પટેલ પણ ચર્ચામાં રહ્યા. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થતા હાલ તે જેલમાં જે પરંતુ એવી માહિતી સામે આવી છે કે તે ગમે ત્યાં હશે ત્યાંથી ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીને લઈ તેમણે જેલમાંથી એક સંદેશો મોકલ્યો છે. આપના કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવાની વાત કહી છે.
ચૈતર વસાવાના પત્ની કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી
એક તર્ક એવો પણ છે કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને ચૂંટણી માટે ઉભા રાખવામાં આવી શકે છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના પત્ની ડેડિયાપાડામાં લોકોની મદદ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી અને ચૈતર વસાવાને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું કે વર્ષા વસાવા પણ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.