ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. દેશના અલગ અલગ રંગ અલગ અલગ ભાષાઓ છે તેમજ અલગ અલગ ઉત્સવો છે. ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે એવા ઉત્સવની વાત કરવી છે જેમાં પૂરૂષો મહિલાઓ બની મંદિરમાં સારી પત્ની અને સારી નોકરી મળી રહે તે માટે મહિલાઓની જેમ શ્રૃંગાર કરી મંદિરે જાય છે. જે મંદિરની વાત કરવામાં આવી રહી છે તે મંદિર કેરળના ચાવરા ગામમાં સ્થિત આદ્યશક્તિનું મંદિર છે.
પૂરૂષો મહિલાઓની જેમ તૈયાર થઈને આવે છે!
કેરળના ચાવરા ગામમાં આદ્યશક્તિનું મંદિર આવેલું છે જેમાં 19 દિવસ સુધી ચમાયાવિલ્લાકુ નામના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ચમાયું એટલે તૈયાર થવું અને વિલ્લાકુ એટલે લેમ્પ. આ તહેવારની ઉજવણી દરમિયાન મહિલાઓ તૈયાર થઈને આવે એ સામાન્ય વાત છે પરંતુ આ તહેવારની ખાસિયત એ છે કે આ તહેવારમાં ભાગ લેવા પુરૂષો મહિલાઓની જેમ તૈયાર થઈને આવે છે. પૂરૂષોને સારી નોકરી અને સારી પત્ની મળે તે માટે આ ઉત્સવમાં પુરૂષો મહિલાની જેમ તૈયાર થઈને આવે છે. કોલ્લમના આ દેવી મંદિરમાં પરંપરા મુજબ પૂરુષો મહિલાઓનો પહેરવેશ પહેરી મંદિરે પૂજા કરવા આવે છે.
ક્યારથી અને કોણે કરી આ ઉત્સવ ઉજવવાની શરૂઆત
આ ઉત્સવ ઉજવવાની શરૂઆત કેવી રીતે થઈ તે અંગેની વાત કરીએ તો આ ઉત્સવની શરૂઆત ઘણા સમય પહેલા છોકરાઓના સમુહે આ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી. આ છોકરાઓ ગાયો પાળતા હતા. એકવાર તે રમી રહ્યા હતા ત્યારે તેને એક પથ્થર મળ્યો. તેણે પથ્થર તોડ્યો તો તેમાંથી લોહી નિકળ્યું..પછી આ ગામના પંડિતે કહ્યું કે આ પથ્થરમાં દેવીનો વાસ છે...તે સમયે ખાલી છોકરીઓ જ દેવીની પૂજા કરતી હતી.. તો ત્યારે છોકરાઓએ પોતાની લૂંગીને સાડીની જેમ પહેરી અને છોકરીની જેમ દેવીની પૂજા કરી... ત્યારથી આ પરંપરાની શરૂઆત થઈ.
19 દિવસો સુધી ચાલે છે આ ઉત્સવ
દેવીની પૂજા કરવા માટે પુરુષો બની જાય છે મહિલા અને દેવીની પૂજા કરે છે. દિવસના તે માતાજીને તૈયાર કરે છે અને સાંજ થવાની સાથે જ પુરુષ મહિલાઓની જેમ શણગાર કરી લે છે. અહીં પત્થરને દેવતા માનીને તેની વર્ષોથી પૂજા કરવામાં આવે છે.. આ પથ્થર આકારમાં વધી પણ રહ્યો છે.અહીં ધર્મ નામની કોઈ વસ્તુ નથી... બધા ધર્મના લોકો અહીં આવે છે. અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે આવતા પુરુષો મહિલાઓના વેશમાં તૈયાર થઈને આવે છે...
મહિલાઓને ટક્કર મારે તેવી રીતે પૂરૂષો તૈયાર થાય છે!
મંદિરે દીવડો લઈને જતા પુરુષો અહીં સ્ત્રીને ટક્કર મારે તેવી રીતે તૈયાર થઈને આવે છે. પુરુષો તૈયાર થાય છે ત્યારે લાગતું જ નથી કે આ પુરુષ છે. અહીં કોમ્પિટિશન પણ કરવામાં આવે છે.. આ ઉત્સવના અનેક ફોટા સામે આવ્યા છે જેમાં મહિલા બનીને તૈયાર થયેલા પૂરૂષને તમે ઓળખી પણ નહીં શકો. મંદિરમાં ચાલતા કુલ 19 દિવસના ઉત્સવમાં છેલ્લા બે દિવસોમાં પુરુષો મહિલા બનીને આવે છે... તે દેવતાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની મનોકામના પૂરી પણ થાય છે... પહેલા 2 હજાર પુરુષો સ્ત્રી બનીને તૈયાર થઈને આવતા હતા પણ હવે આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે...