રોડ અકસ્માતમાં થયું મીમ સ્ટાર દેવરાજ પટેલનું નિધન, છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-27 10:58:47

દિલ સે બુરા લગતા હેં આ લાઈન સાંભળતા જ આપણને સોશિયલ મીડિયા મીમ ફેમ દેવરાજ પટેલ યાદ આવે. આપણી આંખોની સામે એ ડાયલોગ તેમજ તેની છબી આવી જતી હોય છે. પરંતુ છત્તીસગઢના પ્રખ્તાત યુટ્યુબરનું નિધન રોડ અકસ્માતમાં થઈ ગયું છે. મીમ ફેમનું નિધન થવાથી સોશિયલ મીડિયા પર શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈક પાછળથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા તેમનું નિધન થયું છે. દેવરાજના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. 

દિલ સે બુરા લગતા હૈ

અકસ્માતમાં થયું મીમ સ્ટારનું નિધન

સોશિયલ મીડિયા પર અનેક એવા મીમ હોય છે જે લોકો સાથે જોડાયેલા હોય છે. જો તમે એ મીમનો ડાયલોગ બોલશો તો તેમનો ચહેરો આપણા દિમાગમાં આવી જતો હોય છે. ત્યારે આવો જ એક ડાયલોગ દેવરાજનો હતો કે દિલ સે બુરા લગતા. આ ડાયલોગને બોલતા જ આપણને આખો સીન યાદ આવી જાય છે. પરંતુ દેવરાજનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે તેમના અકસ્માતથી તેમના ફેન્સમાં દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત 

તેમના ફોલોવર્સમાં તો શોકની લાગણી જોવા મળી રહી છે પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેશ બાઘેલે એક જુનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે હાસ્ય કલાકાર સાથે દેખાઈ રહ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે નાની ઉંમરે આ પ્રતિભાશાળીની ક્ષતિ થઈ છે. ઈશ્વર તેમના પરિવારને તેમજ તેમના ફેન્સને દુખ સહન કરવાની હિંમત આપે. મીમ સ્ટારના નિધનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ  જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.           



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..