કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો આંદોલન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. છેલ્લા એક મહિનાથી રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે.
સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી યાત્રામાં રહેશે ઉપસ્થિત
રાહુલ ગાંધી સતત પદયાત્રા કરી ભારત જોડો યાત્રાને આગળ વધારી રહ્યા છે. તેમની યાત્રા કર્ણાટક સુધી પહોંચી છે. ત્યારે સોનિયા ગાંધી 6 ઓક્ટોબરના રોજ આ યાત્રામાં સામેલ થવાના છે તેવી જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પોતાની ખરાબ તબિયતને કારણે સોનિયા ગાંધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્તા નથી. પરંતુ તેઓ આ સપ્તાહ દરમિયાન ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના છે. તેમની સાથે સાથે તેમની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લેવાના છે.
Congress interim President Sonia Gandhi arrived at Mysore airport, Karnataka
— ANI (@ANI) October 3, 2022
"She will join Bharat Jodo Yatra in Mandya on Oct 6," said Congress leader Jairam Ramesh
(Pics Source: DK Shivakumar's Twitter Handle) pic.twitter.com/gBYNI7XMGk
વડાપ્રધાન પર કર્યા પ્રહાર
કોંગ્રેસની આ યાત્રાને સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકો કોંગ્રેસની આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. વધતા જનસમર્થનને કારણે રાહુલ ગાંધીના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જગ્યાઓ પર વિવિધ લોકો સાથે મુલાકાત કરી હતી. ભારે વરસાદ દરમિયાન પણ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિશાન સાધ્યું હતું.